Shani Vakri 2024: 20 જૂન બાદ આ 4 રાશિના લોકો માટે પડકારરૂપ સમય,ધન વ્યય સાથે વધી શકે છે આ મુશ્કેલી

Shani Vakri 2024: શનિ વક્રી થવાથી અનેક રાશિમાં ઉછલાપાથલ મચી શકે છે. પૂર્વવર્તી ગતિમાં, શનિ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. આવી સ્થિતિમાં 20 જૂન પછી કેટલીક રાશિવાળાઓએ સાવધાન રહેવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
30 જૂન, 2024ના રોજ શનિ વક્રી થવાનો છે. કુંભ રાશિમાં શનિ 139 દિવસ રહેશે. આ સમયગાળા દરમિયાન, ઘણી રાશિઓ માટે ખર્ચમાં અચાનક વધારો થશે, તેથી તમારે પૈસાની કેટલીક બાબતોમાં સાવચેત રહેવું પડશે, નહીં તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.

કર્ક રાશિવાળા લોકોના જીવનમાં શનિનાવક્રી થવાની અશુભ અસર થઇ શકે છે. ધન ખર્ચ વધશે. પૈસાની લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખો. બિનજરૂરી ખર્ચને કારણે લક્ષ્મીજી નારાજ થઈ શકે છે.
શનિની વક્રી થયા બાદ કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ પ્રભાવિત થઈ શકે છે અને અંગત જીવનમાં વિવાદો વધી શકે છે. નોકરી ન બદલો, નુકસાન થઈ શકે છે.
મકર રાશિવાળા લોકોને વૈવાહિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે અને તમારે વેપારમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે
મીન રાશિના જાતકોએ પણ શનિના વક્રી થવાની અવસ્થામાં ખૂબ જ સાવધાન રહેવું પડશે. તમારા સંબંધો પર અસર પડી શકે છે. ઓફિસનું વાતાવરણ બગડી શકે છે. તમારા કામ પ્રત્યે બેદરકાર રહો. વેપારમાં તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.