Guruwar Upay: લગ્નમાં આવી રહ્યાં છે વિઘ્નો? તો ગુરૂવારે કરો આ ઉપાય, શીઘ્ર વિવાહના બનશે યોગ
Guruwar Upay: બૃહસ્પતિને ગુરુવાર તરીકે પણ ઓળખાય છે. કુંડળીમાં ગુરુ દોષના કારણે વ્યક્તિના જીવનમાં લગ્ન, પૈસા અને નોકરીના મામલે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેની રાશિ ગુરુ નબળો હોય તેમને વિદ્યા અભ્યાસથી માંડીને કરિયર, વ્યવસાય, નોકરી મળવામાં અને લગ્નમાં પણ વિલંબ થાય છે. ગુરૂને પ્રબળ કરવાના અનેક ઉપાય છે. જેથી લગ્નમાં થતા વિલંબ સહિત કરિયરના અવરોધોને પણ દૂર કરી શકાય છે.
જો નબળા ગ્રહ ગુરુના કારણે લગ્નમાં અવરોધો આવી રહ્યા હોય તો કેળાના ઝાડના મૂળને પીળા કપડામાં બાંધીને જમણા હાથમાં ધારણ કરો. તેને ધારણ કરતા પહેલા વિધિ પ્રમાણે પૂજા કરો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાયથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.
જ્યારે ગુરુ નબળો હોય છે, ત્યારે તમારા દ્વારા કરવામાં આવેલા સારા કામનો શ્રેય અન્ય લોકોને પણ મળે છે. આવી પરિસ્થિતિઓમાં, પ્રગતિ અટકી જાય છે. તેના માટે ગુરુવારે 9 કે 12 ચમેલીના ફૂલ લઈને વહેતા પાણીમાં તરતા મુકો. ભગવાન બૃહસ્પતિની મૂર્તિ પર પીળી કરેણનું ફૂલ પણ ચઢાવો.
જો ગુરુની અશુભ સ્થિતિ તમારા ભણતર કે કારકિર્દીમાં અડચણ ઊભી કરી રહી હોય તો દર ગુરુવારે ગાયને ગોળમાં પલાળેલી ચણાની દાળ ખવડાવો. આનાથી લાભ મળશે.
ગુરુ દોષના કારણે વ્યક્તિને પૈસા કમાવવમાં પણ અવરોધો આવે છે. ઘણી મુશ્કેલીથી તે પૈસા કમાઈ શકે છે. આવી સ્થિતિમાં આર્થિક મજબૂતી લાવવા માટે ગુરુવારે હળદર, ચણાની દાળ, કેસર, પીળા વસ્ત્રો, પિત્તળ વગેરેનું દાન કરો.
ગુરુ ગ્રહના બીજ મંત્ર ‘ઓમ બ્રિમ બૃહસ્પતે નમઃ’નો ઓછામાં ઓછો 108 વાર અથવા એક માળાનો જાપ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ આવે છે.