Home Vastu Tips: ઘરમાં લગાવેલી આ તસવીરો અને શોપીસ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે?
Home Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં રાખેલી કેટલીક ખાસ તસવીરો, મૂર્તિઓ અને છોડ તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી શકે છે. જાણો વાસ્તુ દોષનું કારણ બનતી આવી વસ્તુઓ વિશે.

પ્રતિકાત્મક તસવીર
1/7
તમારા ઘરમાં ભૂલથી પણ તૂટેલી મૂર્તિઓ અથવા અરીસાઓ ન રાખવા જોઈએ. ખાસ કરીને દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ. ઘરમાં આવી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. તે સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. જેના કારણે જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે.
2/7
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં ડરાવનારી વસ્તુઓની તસવીરો અથવા મૂર્તિઓ ન રાખવી જોઈએ. કારણ કે તે પોતાની સાથે ભય અને ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ લાવે છે. જે શાંતિપૂર્ણ વાતાવરણને અસર કરે છે.
3/7
સાપ જેવા કેટલાક પ્રાણીઓની પેઇન્ટિંગ અથવા મૂર્તિઓ રાખવાથી બચવું. ખાસ કરીને બેડરૂમમાં આવી ઇમેજ લગાવવી યોગ્ય માનવામાં આવતી નથી. ક્યારેય પક્ષીઓના તસવીરને એકલા ન રાખો. તેમને હંમેશા જોડીમાં રાખવા જોઈએ. નહીં તો તે ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. ખાસ કરીને દંપતિઓ પર તેનો અસર પડે છે.
4/7
વાસ્તુ મુજબ તાજમહેલની તસવીરો અથવા શોપીસ રાખવું અશુભ માનવામાં આવે છે. કારણ કે તે માત્ર સુંદર સ્મારક જ નથી, પરંતુ એક કબર છે. તાજમહેલ મૃત્યુનું પ્રતિક છે. જે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારી શકે છે. જેના કારણે તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે.
5/7
ઘરમાં આવી તસવીરો ભૂલથી પણ ન લગાવો જે નકારાત્મકતાને દર્શાવે છે. જેમ કે ફળ-ફૂલ વગરના છોડ, યુદ્ધ અથવા ઉદાસીનતા સાથે જોડાયેલી તસવીરો. આવી તસવીરો દુર્ભાગ્ય અને ભાવનાત્મક મુશ્કેલીઓ તરફ ઈશારો કરે છે. જે અંતે તમારા ઘરના તાલમેલ પર અસર કરી શકે છે.
6/7
વાસ્તુ મુજબ, ગુલાબ સિવાય કેક્ટસ અને અન્ય કોઈ પણ કાંટેદાર છોડને ઘરમાં રાખવાથી બચવું જોઈએ. કારણ કે માનવામાં આવે છે કે આ છોડ નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલા હોય છે અને વાતાવરણને ખરાબ કરે છે. તેમના કાંટા સામાન્ય રીતે જીવનમાં અવરોધોની નિશાની હોય છે.
7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 19 Feb 2026 09:23 AM (IST)