Baba Vanga Predictions 2026: શું પૃથ્વી પર દેખાશે એલિયન સ્પેસક્રાફ્ટ ? બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી વાયરલ

Baba Vanga Predictions 2026: શું પૃથ્વી પર દેખાશે એલિયન સ્પેસક્રાફ્ટ ? બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી વાયરલ

Continues below advertisement

બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી વાયરલ

Continues below advertisement
1/6
હાલમાં જ વિશ્વના સૌથી મોટા પ્રીડિક્શન માર્કેટ પોલીમાર્કેટે આગાહી કરી છે કે 2025 માં એલિયન્સના અસ્તિત્વને સત્તાવાર માન્યતા મળી શકે છે, જોકે આવું થવાની સંભાવના 12 ટકા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને એલિયન્સ અને UFO વિશે માહિતી આપવામાં આવી હતી અને વર્ષના અંતમાં તેની સાથે જોડાયેલી ફાઇલો અને સૂચના સાર્વજનિક કરવામાં આવશે.
2/6
ઈનટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 7 ડિસેમ્બરે એક ઓનલાઈન પ્લેટફોર્મ પર UFO સાથે જોડાયેલા સત્તાવાર ખુલાસાને લઈ લોકોનો વિશ્વાસ અચાનક વધી ગયો. જ્યારે આ દાવા સાચા હોવાની સંભાવના શરૂઆતમાં સિંગલ ડિજિટમાં હતી, તે થોડા સમય પછી 70 ટકાને પાર પહોંચી ગઈ હતી. આ શરત ત્યારે જ માનવામાં આવશે જ્યારે સરકાર સત્તાવાર રીતે ક્લાસિફાઈડ UFO દસ્તાવેજો, વિડિયો અથવા રિપોર્ટ પ્રકાશિત કરે. આમાં કોઈ અફવાઓ અથવા લીક્સનો સમાવેશ થતો નથી. આ હોવા છતાં, લોકોનો વિશ્વાસ એટલો વધી ગયો છે કે 76-77 સેન્ટ શેરના ભાવ આ કોન્ટ્રાક્ટમાં 2 લાખથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે UFO સંબંધિત મોટા ખુલાસાઓની અપેક્ષાએ બજારમાં હલચલ મચાવી છે.
3/6
વર્ષ 2025 ના મધ્યમાં એલિયન્સ અને UFOs સાથે જોડાયેલી ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. ખાસ કરીને જુલાઈમાં 3I/ATLAS ની શોધ પછી લોકોને તેના પર આત્મવિશ્વાસ વધ્યો. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે આ એક એલિયન મધરશિપ હોઈ શકે છે, જે પૃથ્વી પર પ્રોબ મોકલી રહ્યું છે, પરંતુ નાસા ઈએસએ અને અન્ય એસ્ટ્રોનૉમર્સે સ્વીકાર્યું કે આ ફક્ત એક ધૂમકેતુ છે.
4/6
વર્ષ 2026 માટે બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓમાં વૈશ્વિક યુદ્ધનો તણાવ પણ સામેલ છે. તેમના અનુયાયીઓનું એવું પણ માનવું છે કે તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે આવનારા સમયમાં ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતો વૈશ્વિક સ્તર પર અસર કરી શકે છે.
5/6
વર્ષ 2025 માટે પણ આવી જ ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક મોટી સ્પોર્ટિંગ ઈવેંટ દરમિયાન એલિયન્સ પૃથ્વી પર આવશે. સોશિયલ મીડિયા પર લોકોએ આને ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ 3I/ATLAS સાથે જોડી દીધું, પરંતુ આવું કંઈ જોવા મળ્યું નહીં. હવે, આ ભવિષ્યવાણી વર્ષ 2026 માટે પણ કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે.
Continues below advertisement
6/6
હવે નવા વર્ષ 2026 ને લઈ બાબા વેંગાની એક અન્ય ભવિષ્ણવાણી વાયરલ થઈ રહી છે. તેમના ફોલોઅર્સ જણાવે છે કે નવેમ્બર 2026 માં પૃથ્વી પર એક મોટું સ્પેસ ક્રાફ્ટ જોવા મળશે, જે એલિયન્સ સાથે માણસના પ્રથમ મિલનનો આધિકારીક સંપર્ક હશે.
Sponsored Links by Taboola