Navratri puja 2022: નવરાત્રીમાં માના નવ સ્વરૂપની પૂજાથી થાય છે આ અદભૂત લાભ
નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિના સાતમના દિવસે કાલરાત્રિની પૂજાથી શનિ દેવની કૃપા મળે છે અને શનિ દોષ ખતમ થાય છે.
કુષ્માન્ડાની ચોથા નોરતે પૂજા કરવામાં આવે છે.જેનાથી કુંડલીમાં સૂર્ય ગ્રહ મજબૂત બને છે.
નવરાત્રિમાં પાંચમા નોરતે સ્કંધમાતાની પૂજા કરવાથી બુધ ગ્રહના દોષ દૂર થાય છે.
નવરાત્રિમાં કાત્યાયનીની પૂજા છઠ્ઠા નોરતે થાય છે. માતાજી આરાધનાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને છે.
અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન અર્ચન કરવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને વિવાહમાં આવતા વિઘ્ન મહાગૌરી દૂર કરે છે.
શારદિય નવરાત્રિમાં દેવી સિદ્ધિદાત્રીના પૂજન અર્ચનથી કેતુના દુષ્પ્રભાવ દૂર થાય છે.