Tarot Rashifal 29 August 2026: કર્કની સમસ્યાનું આજે થશે સમાધાન, જાણો ટેરોટ રાશિફળ
Tarot Rashifal 29 August 2026: 29 ઓગસ્ટ શનિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણો ટેરોટ રાશિફળ
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષરાશિ- મેષ રાશિના લોકો માટે આજે નિર્ણય લેવો મુશ્કેલ થઇ શકે છે. કામકાજને લઇને દુવિધા બની શકે છે. નિર્ણય લેતા પહેલા અનુભવી લોકોની સલાહ લો, વાણી પર સંયમ રાખવો જરૂરી
2/12
વૃષભ રાશિ -આજે કામકાજમાં થોડું સ્વાર્થી હોવું જરૂરી છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકો માટે ઉત્તમ સમય છે. બિઝનેસમાં સારો નફો થશે.
3/12
મિથુન રાશિ-માન સન્માન મળવાની સાથે આજે પ્રગતિ પણ થશે. જો આજે ફોકસ થઇને કામ કરશો તો સફળતા અચૂક મળશે. આપના કામમાં આજે કલાત્મકતા પણ ઝલકશે
4/12
કર્ક રાશિ-ટેરો કાર્ડ્સ મુજબ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓનું સમાધાન લાવનારો રહેશે. લાંબા સમયથી ચાલી આવતી જૂની સમસ્યાઓ દૂર થશે. જો તમે કોઈ જોખમી કામને યોગ્ય આયોજન સાથે કરશો તો તમને સારો લાભ મળી શકે છે. સલાહ છે કે વેપાર સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના લાભ અને નુકસાન વિશે સારી રીતે વિચારી લો.
5/12
સિંહ રાશિ-સિંહ રાશિના લોકો આજે કામકાજમં નવી ટેકનિક અપનાવી શકે છે. ભવિષ્યમાં આપને ખૂબ સરાહના મળશે. તમે આજે તમારી સંપતિ પર પણ ખર્ચ કરી શકો છો. થોડી સમજદારીથી ઇન્વેસ્ટ કરશો તો લાભ જ થશે
Continues below advertisement
6/12
કન્યા ટેરો રાશિફળ-ટેરો કાર્ડ્સની ગણતરી મુજબ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ બદલાવ લઈને આવનારો રહેશે. તેથી તમે કંઈક નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કરો. તમે જૂના વિચારોને છોડીને કંઈક નવું કરશો. કોઈ જૂના મિત્રની મદદથી કામકાજ સરળતાથી પૂર્ણ થઈ જશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળવાની શક્યતા
7/12
ટેરો કાર્ડ્સ મુજબ તુલા રાશિના લોકો પર આજે કામકાજનું દબાણ વધુ રહેવાની શક્યતા છે. જેના કારણે તમે માનસિક રીતે થોડા અસ્થિર રહી શકો છો. જોકે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈતૃક સંપત્તિ અથવા વારસામાંથી લાભ મળવાની શક્યતા છે. એકથી વધુ સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત અને સંતુલિત બનશે
8/12
વૃશ્ચિક રાશિ- ટેરો કાર્ડ્સ મુજબ વૃશ્ચિક રાશિના લોકો આજે પોતાના કામકાજને પૂરી લગન સાથે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. જોકે, વેપારના કામકાજને લઈને તમે થોડા મૂંઝવણમાં રહી શકો છો. સાથે જ તમને સંસાધનોની અછત પણ અનુભવાઈ શકે છે. તમને ધનલાભ તો મળશે, પરંતુ ખર્ચને લઈને સાવચેત રહેવું જરૂરી છે
9/12
ધન રાશિ- ધન રાશિના લોકો માટે આજનો દિવસ થોડો સંઘર્ષભર્યો હશે. શત્રુથી આજે વિજય મેળવી શકશો. આજે શિવજીની ઉપાસનાથી મુશ્કેલીમાંથી રાહત મળશે
10/12
મકર રાશિ-ટેરો કાર્ડ્સ મુજબ મકર રાશિના લોકોને આજે કામકાજમાં પોતાના પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મહેનતનું યોગ્ય ફળ તમને મળશે. પ્રમોશન અથવા માન-સન્માન મળવાના યોગ છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અથવા સારવાર પાછળ ખર્ચ થઈ શકે છે. સાવધાનીપૂર્વક કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે.
11/12
કુંભ રાશિ- કુંભ રાશિના જાતક માટે કાર્ય સિદ્ધિના યોગ છે. જો કે કોઇ પણ કામની જાહેરાત કર્યાં વિના ગુપ્ત રીતે કામ કરો, આજે રોકાણ માટે સારો દિવસ છે. આજ કરેલું રોકાણ ભવિષ્યમાં સારો લાભ અપાવશે
12/12
મીન રાશિ- ટેરોટ કાર્ડની ગણતરી મુજબ મીન રાશિના લોકો માટે આજે ભવિષ્યને લઇને થોડું ચિંતિત રહેવાની જરૂર છે. અત્યાધિક વિચારવાના કારણે મનમાં ભય ઉત્પન થશે. કામકાજ માટે સમય અનુકૂળ છે. એટલા માટે અવસરનો પુરો લાભ ઉઠાવો, રોકાણ કરતા પહેલા અભ્યાસ કરવો જરૂરી છે.
Published at : 29 Aug 2026 07:25 AM (IST)