Chandra Grahan 2022:ચંદ્રગ્રહણના સમયમાં આ વિધિથી કરો મંત્ર જાપ, થશે લાભ
Chandra Grahan 2022:આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. સવારથી તેનો સૂતક કાળ શરૂ થઇ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સૂતક કાળ દરમિયાન પૂજા કરવાનું વર્જિત માનવામાં આવે છે. મંદિરોના દ્વાર પણ બંધ કરી દેવાઇ છે. સૂતક કાળ બાદ મંદિરને સ્વચ્છ કર્યા બાદ પૂજા આરતી થાય છે.
ગ્રહણની પૂજા નિષેધ છે, પરંતુ આ સમયે શિવોપાસન મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ રહેશે. શિવ પ્રલયના દેવ છે, તેમની સામે કોઈ દુષ્ટ શક્તિ ફરકતી નથી. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન એકાંતવાસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થાય છે.
શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રના મંત્રોનો જાપ કરવાથી માનસિક રોગી પણ સ્વસ્થ બને છે. જે લોકો ગંભીર બીમારીથી પીડિત છે તેમણે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
દરેક નકારાત્મક પ્રભાવથી બચવા માટે શક્તિ એટલે કે દેવી દુર્ગાની પૂજા ખૂબ જ ફળદાયી છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્યૈ મંત્રનો જાપ કરો, આનાથી માત્ર વાણી સિદ્ધિ જ નહીં પરંતુ તમામ અનિષ્ટ શક્તિઓનો નાશ થશે.
ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા મનમાં ભગવાન વિષ્ણુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને બધી પરેશાનીઓનો નાશ થશે.
ઓમ શીતાંશુ, વિભાંશુ અમૃતાંશુ નમઃ :- આ મંત્ર માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. નોકરી-ધંધાની તમામ સમસ્યાઓનો અંત આવશે.