Chandra Grahan Daan 2023: ચંદ્રગ્રહણ પર આપની રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Chandra Grahan Date: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગ્રહણ દરમિયાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે રાશિ પ્રમાણે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણના દિવસે ઘઉં, સોનું, મસૂર, ચંદન અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વૃષભ - આ રાશિનો સ્વામી શુક્ર છે. ચંદ્રગ્રહણ સમયે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, દૂધ, ખાંડ, સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.
મિથુન - મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ ગ્રહણ સમયે કે પછી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ સિવાય લીલા મગની દાળ, લીલા શાકભાજી, ફળ, ફૂલ અને તમામ વસ્ત્રોનું દાન કરવાથી ગ્રહણની આડ અસર થતી નથી.
મકર - મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે. આ રાશિના લોકોએ ગ્રહણ પછી કાળો ધાબળો, કાળો આખો અડદ અને 1.25 મીટર કાળા કપડાનું દાન કરવું જોઈએ. આનાથી અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને શનિદેવની પણ કૃપા થાય છે.
સિંહ - સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોને ગ્રહણના સમયે ઘઉં, સરસવનું તેલ, લાલ કપડું કે પરવાળાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આવું કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે
કન્યા-કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલા માટે ચંદ્રગ્રહણના સમયે ઘી, કપૂર, પૈસા, લીલા શાકભાજી, ફળ અને ફૂલ અથવા લીલા કપડાંનું દાન કરવું ફાયદાકારક રહેશે. આમ કરવાથી વેપારમાં ફાયદો થશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.
તુલા - શુક્ર તુલા રાશિનો સ્વામી છે. ગ્રહણ દરમિયાન કે પછી ચોખા, કપૂર, ખાંડ, ઘી, શાકભાજી, ફળ, ફૂલ, ઘઉં, કપડા વગેરેનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આમ કરવાથી તમને માન-સન્માનનો લાભ મળશે.
વૃશ્ચિક - આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પછી કોઈ ગરીબ વ્યક્તિને કોળું, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમને ગ્રહણનું શુભ ફળ મળશે.
ધન - ગ્રહણ પછી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ ધન રાશિના લોકોએ અનાજ, પીળા ફૂલ, ઘી, ઘઉં, મીઠું અને ખાંડનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન તમારા માટે સારું રહેશે. આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે.
કુંભ- આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે ઘઉં, મીઠું, ખાંડ, કપડા, પૈસા, ફળ, ફૂલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.
મીન - ગુરુ મીન રાશિનો સ્વામી છે. ચંદ્રગ્રહણના સમયે પીળા ફળ, પીળા વસ્ત્રો, ચણાની દાળ, કેસર, ચણાનો લોટ, હળદર, ગોળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. આમ કરવાથી તમારા જીવનમાં શુભતા આવશે.