Chandra Grahan 2023: ઓક્ટોબરમાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે થશે? જાણો ભારતમાં સુતક કાળનો સમય

Chandra Grahan 2023: આ વર્ષે ઓક્ટોબરમાં ચંદ્ર અને સૂર્યગ્રહણ છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023 ના રોજ સર્વપિત્રી અમાવાસ્યાના રોજ થઈ રહ્યું છે, જાણો ચંદ્રગ્રહણની તારીખ, સુતક સમય.

પ્રતિકાત્મક તસવીર

1/5
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ શરદ પૂર્ણિમાના રોજ થશે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ હશે, જે ભારતમાં પણ જોવા મળશે.
2/5
આ ચંદ્રગ્રહણ ભારતમાં ખંડગ્રાસના રૂપમાં જોવા મળશે. 29 ઓક્ટોબરે થનારું ચંદ્રગ્રહણ સવારે 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે.
3/5
ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. શરદ પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 28 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 02.52 વાગ્યાથી ગ્રહણના અંત સુધી એટલે કે સવારે 02.22 વાગ્યા સુધી સમાપ્ત થશે.
4/5
ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ-પૂર્વ અમેરિકા, સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.
5/5
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધર્મ અનુસાર જ્યારે રાહુ ચંદ્રને પીડિત કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ વર્ષનું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે અમૃત વર્ષા થાય છે, પરંતુ આ વખતે ગ્રહણને કારણે લોકોને અમૃત નહીં મળે.
Sponsored Links by Taboola