Adhik Mass 2023: અધિક માસની પાંચમ છે ખૂબ ખાસ, આ દિવસે તુલસીના ઉપાયથી થશે ધનનો ઢગલો
અધિક માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ 22 જુલાઈ 2023ના રોજ છે. આ તિથિ સવારે 09.26 વાગ્યે શરૂ થશે અને 23 જુલાઈના રોજ સવારે 11.44 વાગ્યે સમાપ્ત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિક માસના પાંચમા દિવસે તુલસીના છોડને શેરડીનો રસ અર્પણ કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે. શત્રુઓનો નાશ થાય છે.
જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો તો અધિક માસના શુક્લ પક્ષની પંચમી પર પાણીમાં શેરડીનો થોડો રસ મિક્સ કરો. આને હાથમાં લઈને તુલસીના છોડને સાત વાર તમારું નામ અને કુળનું નામ બોલીને ચઢાવો. આ ઉપાય સવારે કરો.
'महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधि व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते' - તુલસી પૂજા દરમિયાન આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી ધન લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
આ દિવસે સૂકા તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને ધન સ્થાન પર રાખો. સાંજના સમયે તુલસીમાં ઘીનો દીવો પ્રગટાવો, સાથે જ ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવો. આ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવશે.