Ahmedabad Jagannath Rathyatra 2022: મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ, ભક્તો ઝૂમ્યા

રથયાત્રા 2022

1/6
અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
2/6
આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા.
3/6
જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
4/6
નેત્રોત્સવ વિધિ દરમિયાન ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા.
5/6
રથયાત્રામાં 3૦,૦૦૦ કિલો મગ, 3૦૦ કિલો કેરી, 4૦૦ કિલો કાકડી-દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ આપવામા આવશે.
6/6
જગન્નાથ મંદિર પરિસરમાં નૃત્ય કરતાં શ્રદ્ધાળુ.
Sponsored Links by Taboola