Akshaya Tritiya 2023: અક્ષય તૃતિયા પહેલા ઘરથી દૂર કરી દો આ 5 અશુભ વસ્તુઓ, મા લક્ષ્મીની કૃપા થશે પ્રાપ્ત
Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ છે. આ દિવસે કેટલીક કિંમતી વસ્તુઓ ઘરમાં લાવવાથી સમૃદ્ધિ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સાથે જ કેટલીક વસ્તુઓ એવી છે જેને આ દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ, જેનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે.
ઘરમાં કેટલી વસ્તુઓ નકારાત્મક ઊર્જાનાનો સંચાર કરે છે જેથી અક્ષય તૃતિયા પર આ વસ્તુને અલવિદા કરી દો
સાવરણી એ મા લક્ષ્મીનું પ્રતીક છે. સાવરણીને લઈને શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેઓ તેનું પાલન નથી કરતા તેઓ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં તૂટેલી સાવરણી ન રાખવી. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ કથડે છે. અખા તીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી પણ ફળ મળતું નથી.
ઘરમાં જે છોડ સુકાઈ ગયા હોય તેને જમીનની નીચે દાટી દેવા જોઈએ અથવા વહેતા પાણીમાં વહેવડાવી દેવા જોઈએ. સુકા છોડના કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે. જો તમે મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો અક્ષય તૃતીયા પહેલા આ કામ અચૂક કરી દો
અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી તૂટેલા વાસણો બહાર કાઢો. તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેનાથી પરિવારમાં અશાંતિ આવે છે અને જ્યાં શાંતિ નથી ત્યાં લક્ષ્મીનો વાસ નથી.
જો ઘરમાં ફાટેલા ચંપલ ચપ્પલ હોય તો લક્ષ્મીનો વાસ રહે છે, જેના કારણે ગરીબી આવે છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં, અક્ષય તૃતીયા પહેલા આવા જૂતા અને ચપ્પલ ઘરની બહાર ફેંકી દો, નહીં તો મા લક્ષ્મી દરવાજા પર આવીને પાછા ફરે છે.
એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા પર શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં ઘર અને ઘરની બહાર આસપાસ સ્વસ્થતા જાળવો.