Amarnath Yatra 2023: પાવન અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પ્રાકૃતિક હિમલિંગની તસવીરો થઇ વાયરલ

અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ

1/7
અમરનાથ યાત્રા આજથી શરૂ થઇ રહી છે. આ દરમિયાન હિમલિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
2/7
આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુફા પરનું પ્રાકૃતિક હિમલિંગ સંપૂર્ણ કદમાં આકાર પામ્યું છે.
3/7
જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમસ્તિમ્બાને પણ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.
4/7
અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.
5/7
યાત્રાના રૂટને સઘન વ્યવસ્થા સાથે તૈયાર કરી દેવાયો છે. શ્રાઈન બોર્ડે યાત્રાની સુવિધા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સુરક્ષા દળના અધિકારીઓ સુરક્ષાના મુદ્દે પણ સધન વ્યવસ્થા ગોઠવી છે.
6/7
યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યુ હતું. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે. આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને અહીંના બંને માર્ગો પર ટ્રેક તૈયાર કરવા માટે સેવા પુરી પાડી હતી.
7/7
અમરનાથ યાત્રા આજથી એટલે 1 જુલાઇએ શરૂ થઇ છે જે 29 ઓગસ્ટે પુરી થશે. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.
Sponsored Links by Taboola