Ambaji Melo: ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યો કડીનો આ પરિવાર, અરવલ્લીની ગિરિમાળા જય અંબેના નાદથી ગુંજી ઉઠી
શ્રદ્ધાને પુરાવાની જરૂર હોતી નથી. એક પરિવાર માથે માતાજીનો ગરબો ઉપાડી માં અંબાના દર્શને ચાલતો નીકળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા કડીના કનુભાઈ ઠાકોર પરિવાર સાથે ગરબો માથે ઉપાડી માતાજીના દર્શને નીકળ્યા છે.
250 કિલો મીટર ચાલી માં આંબાના દર્શન કરશે. તેઓ કહે છે કે છેલ્લા 27 વર્ષ થી આ રીતે ચાલતા જાય છે .
કનુભાઈ ઠાકોર પોતાના દીકરાના સારા સ્વાસ્થ્ય માટે માતાજીને આજીજી કરવા દર વર્ષ જાય છે.
ભાદરવી પૂનમના મહા મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજીના માર્ગે જોવા મળી રહ્યો છે.
કોઈ પોતાની માનતા પૂરી કરવા આવે છે તો કોઈ પોતાની બાધા પૂરી કરવા પદયાત્રા કરે છે ત્યારે વર્ષોથી અનેક પગપાળા સંઘ પણ માતાજીની શ્રદ્ધાને કારણે અહીં આવી રહ્યા છે. જય અંબેના નાદ થી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઊઠે છે.
વર્ષોથી માતાજીના શ્રદ્ધા ધરાવતા અનેક સંઘો મા અંબાના ચરણોમાં આવીને શીશ નમાવે છે. હસતા રમતા અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.
ગુજરાત ભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાજી આવે છે. બે વર્ષ બાદ મેળો યોજાઈ રહ્યો હોવાથી શ્રદ્ધાળુઓમાં અનોખી ખુશી જોવા મળી રહી છે.