Kaal Sarp Dosh: કાલ સર્પ દોષ કેવી રીતે બને છે, કેવી રીતે પડે ખબર, જાણો ઉપાય
જો કોઈની કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે ગ્રહો આવે તો આ દોષ કાલસર્પ દોષ કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષમાં, રાહુને કાલ નામથી દર્શાવવામાં આવે છે, જેનો અર્થ થાય છે મૃત્યુ અને સર્પને કેતુના પ્રમુખ દેવતા કહેવામાં આવે છે, સર્પ એટલે સાપ. જ્યોતિષશાસ્ત્રમાં રાહુને સાપનું મુખ માનવામાં આવે છે અને કેતુને સાપની પૂંછડી માનવામાં આવે છે. રાહુ અને કેતુ જે લોકોની કુંડળીમાં હોય તેમને કાલ સર્પ દોષ હોય છે તેમના સારા પ્રભાવનો નાશ કરે છે.
કાલસર્પ દોષના કારણે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સંતાન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કાલ સર્પ દોષને કારણે નોકરી-ધંધામાં સમસ્યાઓ ઊભી થાય. જેના કારણે તમે ચિંતિત રહેશો. કાલ સર્પ દોષને લીધે, તમે તમારા સપનામાં સાપ જુઓ છો.
કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કરો. શનિવારે વહેતા પાણીમાં કોલસાના ટુકડા તરતા રાખો.
કાલ સર્પ દોષથી બચવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને ભગવાન ભોળાનાથની પૂજા કરો.