Chaitra Navratri 2023: શું નવરાત્રીમાં આ મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે ?
દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.
ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.
કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.
તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે
. સિંધવ મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે