Navratri Fast: ઉપવાસ દરમિયાન તમે પણ નથી કરતાં ને આ ભૂલ? બગડી જશે હેલ્થ
NIH અનુસાર, ઉપવાસ કરવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે. આવા કેટલાક ઉપવાસથી બ્લડ શુગર, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા અને શરીરમાં બળતરા ઓછી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ આ લાભો ત્યારે જ મળશે જ્યારે તમે ઉપવાસ દરમિયાન અમુક ટિપ્સ ફોલો કરશો. ઉપવાસ દરમિયાન આ સામાન્ય ભૂલો ન કરો.
નિષ્ણાતોના કહેવા મુજબ ઉપવાસ દરમિયાન વ્યક્તિએ વધુ પડતી ચા કે કોફી ન પીવી જોઈએ. લોકો ઘણીવાર આ ભૂલ કરે છે.
પરંતુ તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ પાચન પર ખતરનાક અસર કરે છે. શરીરને ડિહાઇડ્રેટ કરવાની સાથે તે તણાવનું કારણ પણ બને છે.
એવા ઘણા લોકો છે જે ઉપવાસ દરમિયાન આખો સમય કંઈક ને કંઈક ખાતા રહે છે. જો તમને કોઈ ગંભીર તબીબી સ્થિતિ હોય તો તમે આ પદ્ધતિ અપનાવી શકો છો પરંતુ જ્યારે તમે સ્વસ્થ હોવ તો આવું કરવું યોગ્ય નથી. આ પ્રકારની પ્રેક્ટિસ ટાળો. આવું કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે
ઉપવાસ દરમિયાન ઘણા લોકો એટલી બધી મીઠી વસ્તુઓ ખાતા હોય છે કે તેમનું વજન પહેલા કરતા વધારે વધી જાય છે. તો આ ભૂલ બિલકુલ ન કરો.