Chakravyuh: મહાભારતમાં ચક્રવ્યૂહનું જ્ઞાન કોણે-કોણે હતું ?
Chakravyuh: મહાભારતના ચક્રવ્યૂહ અંગે રાહુલ ગાંધીનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં કયા યોદ્ધાઓને ચક્રવ્યૂહનું જ્ઞાન હતું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુદ્ધ લડવા માટે પક્ષો કે વિપક્ષ પોતપોતાની રણનીતિ તૈયાર કરતા હતા. વ્યૂહરચનાનો અર્થ છે કે યુદ્ધ માટે સૈનિકોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. ચક્રવ્યૂહ એક બહુ-સ્તરીય રક્ષણાત્મક લશ્કરી માળખું છે, જેનો ઉપયોગ મોટા યોદ્ધાને ચારે બાજુથી ઘેરી લેવા માટે થાય છે.
જ્યારે આકાશમાંથી જોવામાં આવે છે, ચક્રવ્યૂહ એક ફરતા ચક્ર જેવી લશ્કરી રચનાની જેમ દેખાય છે. આ ચક્રવ્યૂહને જોતા તેની અંદર જવાનો રસ્તો છે પણ બહાર નીકળવાનો નથી.
મહાભારતમાં દ્રોણાચાર્ય દ્વારા પાંડવો પર હુમલો કરવા ચક્રવ્યૂહની રચના કરવામાં આવી હતી. આ ચક્રવ્યૂહનું જ્ઞાન માત્ર દ્રોણ, અર્જૂન, કૃષ્ણ, અભિમન્યૂ અને પ્રદ્યુમ્નને જ હતું.
દ્રોણ ચક્રવ્યૂહનું સર્જન કરીને યુધિષ્ઠિરને પકડવા માંગતા હતા પરંતુ યુધિષ્ઠિરની રક્ષા કરવા માટે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો કારણ કે અભિમન્યૂ ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે જાણતો હતો પણ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેને ખબર ન હતી. આ જ કારણ છે કે ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યૂનું મૃત્યુ થયું હતું.
અભિમન્યૂએ માતાના ગર્ભમાં જ ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે અભિમન્યૂ અર્જૂનની પત્ની સુભદ્રાના ગર્ભમાં ઉછરી રહ્યો હતો, ત્યારે અર્જૂન સુભદ્રાને ચક્રવ્યૂહને કેવી રીતે તોડવો તે સમજાવી રહ્યો હતો, ત્યારે કૃષ્ણ ત્યાં આવ્યા અને અર્જૂનને પોતાની સાથે લઈ ગયા.
આવી સ્થિતિમાં, અભિમન્યૂ માત્ર ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે શીખી શક્યો, પરંતુ તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે શીખી શક્યો નહીં.