Chhath Puja 2024 Date: સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠનું સમાપન, જાણો 2024માં હવે ક્યારે ક્યારે છે મહાપર્વ છઠ્ઠ
Chhath Puja 2024 Date: છઠ્ઠ પૂજાને લઇને લોકોમા ભારે ઉત્સાહ છે. છઠ્ઠ એ લોક અને સૂર્ય ઉપાસનાનો ચાર દિવસ લાંબો તહેવાર છે, જે આજે સોમવાર, 20 નવેમ્બર 2023 ના રોજ સમાપ્ત થયો છે. જાણો આ મહાપર્વ છઠ્ઠ વિશે, જે હવે 2024 માં ક્યારે ક્યારે ઉજવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2023 માં, છઠ્ઠ તહેવાર કાર્તિક શુક્લની ચતુર્થીથી સાતમ તિથિ સુધી એટલે કે 17-20 નવેમ્બર સુધી ઉજવવામાં આવ્યો હતો. આજે ચાર દિવસીય છઠ્ઠ પૂજા ઉગતા સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થઈ.
છઠ્ઠને લોક આસ્થાનો મહાન તહેવાર કહેવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તહેવારમાં સાદગી, પવિત્રતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આમાં સૂર્ય ભગવાન અને ષષ્ઠી દેવી (છઠ્ઠી મૈયા)ની પૂજા કરવામાં આવે છે.
છઠ્ઠ પૂજા ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ન્હાવા ખાવાથી થાય છે, ત્યારબાદ બીજા દિવસે ખારણા, ત્રીજા દિવસે સાંજે અર્ઘ્ય ચઢાવવામાં આવે છે અને ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે.
હવે ચાલો જાણીએ કે આવતા વર્ષે 2024માં છઠ્ઠનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. કઈ તારીખે નહાય-ખાય, ખરણા થશે અને ક્યારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવશે?
2024માં છઠ્ઠ પૂજાની શરૂઆત 05 નવેમ્બર 2024એ થશે, આ દિવસે નહાય ખાયની સાથે સંકલ્પ લેવામાં આવશે. આ પછી 6 મી નવેમ્બર 2024એ ખરના થશે 7 નવેમ્બરે સંધ્યા અર્ઘ્ય અને 8મી નવેમ્બરે ઉષા અર્ધ્ય સાથે છઠનું સમાપન થશે.
ગુરુવાર 07 નવેમ્બર 2024 ના રોજ સાંજે 05:31 વાગ્યા સુધી સાંજનું અર્ઘ્ય આપવામાં આવશે. જ્યારે 08 નવેમ્બર 2024 ના રોજ 06:38 સુધી ઉષા અર્ઘ્ય આપી શકાય છે.