Deepotsav 2022: અયોધ્યામાં દીપોત્સવની તૈયારી પૂર્ણ, જુઓ ભવ્ય તસવીરો
દિવાળી પહેલા અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન કુલ 18 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર નવદીપ રિનવાએ જણાવ્યું કે રામ કી પૌડીમાં 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના દીવાઓ મહત્વપૂર્ણ સ્થળોએ પ્રગટાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત અયોધ્યાના છઠ્ઠા દીપોત્સવમાં અંગત રીતે ભાગ લેશે.
રામ કી પૌડીમાં 22,000 સ્વયંસેવકો 37 ઘાટ પર 17 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવશે.
અયોધ્યામાં આ વખતે દીપોત્સવ પહેલા 10 દેશના કલાકારો રામલીલા કરી રહ્યા છે.
આ વખતે અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 16 ઝાંખીઓ જોવા મળશે, જ્યારે ગત વખતે 11 ઝાંખીઓ જોવા મળી હતી.