Dhanteras 2022: સુરતમાં ધનતેરસ પર ગૌમાતાની કરાઈ પૂજા, જુઓ તસવીરો
સુરતના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધનતેરસના દિવસે વિધિ-વિધાનપૂર્વક પૂજાનું માહાત્મ્ય અનુસરે છે.સાથે જ દેશ રોગમુક્ત અને ધન-ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરવામાં આવી હતી.
આજે સવારે સુરત શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા પરંપરાગત દર વર્ષે ગૌ માતા ની પૂજા કરી.
પરિવાર સાથે પૂજા અર્ચના કરી ગૌ માતાને ગોળ આહાર ખવડાવવામાં આવ્યો હતો.
ધનતેરસના દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવી હતી. સદીઓથી ગૌ માતા ને સાચું ધન માનવામાં આવ્યું છે.
હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિશેષ કરીને ધનતેરસ અને મકરસંક્રાંતિના દિવસે ગૌ પૂજાનો મહાત્મય શાસ્ત્રોમાં આલેખાયું છે.
માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે
આજના પાવન દિવસે ગૌ પૂજન કરીને પોતાની ધન્યતા લોકો અનુભવે છે. શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે.
નીતિન ભજીયાવાલા જણાવ્યું કે, અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છે.
ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરું છું.