Dhanteras 2023 Shopping: ધનતેરસના દિવસે આ 10 વસ્તુઓની ખરીદી છે એકદમ શુભ, ઘરે જરૂર લઇ લાવો
Dhanteras 2023 Shopping: ધનતેરસના દિવસે લોકો અનેક વસ્તુઓની ખરીદી કરે છે. ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી તમને ફળ આપે છે અને તમારા ઘરમાં આશીર્વાદ લાવે છે, અહીં અમે તમને 10 એવી વસ્તુઓ બતાવી રહ્યાં છીએ, જેને તમારે ધનતેરસના દિવસે તમારા ચોક્કસથી લઇ જવી જોઇએ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે ધનતેરસ પર ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ વસ્તુઓને તમારા ઘરે ચોક્કસ લાવો, આ વસ્તુઓને ઘરે લાવવાથી તમારા ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
દિવાળીના શુભ અવસર પર આપણે બધા ખરીદી કરીએ છીએ, પરંતુ જો તે ખરીદી કોઈ શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવે તો તેનું પરિણામ વધુ ફળદાયી હોય છે. જાણો આ વસ્તુઓ વિશે.....
ધનતેરસના દિવસે સોનાના આભૂષણો અને ચાંદીના સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે આમાંથી કોઈપણ વસ્તુને ઘરમાં લાવવી ખૂબ જ શુભ હોય છે.
આ દિવસે મીઠું, સાવરણી અને ધાણા ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે છે. ધનતેરસના દિવસે તમારે આ ત્રણ વસ્તુઓ તમારા ઘરમાં લાવવી જોઈએ.
ધનતેરસના દિવસે મિલકત અને વાહનની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ હોય છે. ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસે પ્રૉપર્ટીની ખરીદી કે વેચાણ કરવું શુભ છે અને જો તમે તમારા ઘરમાં વાહન લાવવા માંગતા હોવ તો ધનતેરસ એક શુભ દિવસ છે.
જો તમે ધનતેરસના દિવસે પૂજા માટે લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદવા માંગતા હોવ તો આ સૌથી શુભ દિવસ છે. આ દિવસે દીવા અને રમકડા ખરીદવાથી ઘરમાં ખુશીઓ આવે છે. તો તમે પણ ધનતેરસના દિવસે આ વાતોનું ધ્યાન રાખો.