Diwali Puja 2022: અમદાવાદમાં છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન, જુઓ તસવીરો
આજે છે પ્રકાશનો પાવન પર્વ ત્યારે દેશભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડા પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપ પૂજન કરવામાં આવ્યું
નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે
કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સામેલ થાય છે.
અમદાવાદના મણિનગર કુમકુમ મંદિરમાં આજે છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડા નું પૂજન કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં વેપારીઓ અને હરિ ભક્તો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.આધુનિક યુગમાં લેપટોપનું પૂજન કરવામાં આવ્યું છે.
એક સાથે સેંકડો લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
જેના કારણે મા લક્ષ્મી ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, વૈભવ, સુખ-સમૃદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.