Ganesh Chaturthi 2022: રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ, જુઓ તસવીરો
ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appiહાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરો, ગામડાઓમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન શિવાભાઈ લીંબાસીયા પાસે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે.
રાજકોટના ચંદેશનગરમાં રહેતા શિવાભાઈને ગણેશબાપા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હિરણ નદીમાંથી 2000 વર્ષ જૂની અલોકિક મૂર્તિ મળી આવી હતી.
ગણેશ મહોત્સવ દરમિયાન અનેક લોકો નાનામાં નાની મૂર્તિથી લઈ અને મોટી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.
આ પ્રાચીન મૂર્તિઓ શિવાભાઈ લીંબાસીયા રાત-દિવસ મહેનત કરીને દેશના ખૂણે ખૂણેથી લઈ આવ્યા છે.
પંચાંગ મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે અને એક વિશેષ સંયોગ બની રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી તિથિ રવિ યોગમાં છે.
આ જ દિવસે બે શુભ યોગ, બ્રહ્મ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે. પંચાંગ મુજબ 31 ઓગસ્ટ 2022 બુધવારે સવારે 05:58 થી 12:12 સુધી રવિ યોગ છે. જ્યારે સવારથી રાત્રીના 10:48 વાગ્યા સુધી શુક્લ યોગ અને શુક્લ યોગની સમાપ્તિ પછી તરત જ બ્રહ્મયોગ શરૂ થશે. આ ત્રણેય યોગ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવી ધાર્મિક માન્યતા છે કે રવિ યોગ અનિષ્ટ દૂર કરે છે અને સફળતા પ્રદાન કરે છે. આ યોગમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સંયોગમાં ગણપતિને જો દુર્વા અર્પણ કરવામાં આવે તો કામનાની પૂર્તિ થાય છે.
ગણપતિને મોદક ખૂબ પ્રિય છે, તેથી તેમની પૂજામાં આ બંને વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશને મોદક ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે.