Ganesh Chaturthi 2024: માટી જ નહીં, ઘરે આ વસ્તુઓથી બનાવો ઇકો-ફ્રેન્ડલી ગણપતિ
Ganesh Chaturthi 2024: દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ વખતે આ તહેવાર આગામી 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસે આવી રહ્યો છે, જો તમે એક સારી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિથી આ તહેવારને ખાસ બનાવવા માંગો છો તો અહીં અમે તમને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિશે માહિતી આપી રહ્યાં છીએ. લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની જગ્યાએ માટીની અથવા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે, કારણ કે પીઓપી પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરી શકે છે. તમે માટી ઉપરાંત અન્ય રીતે પણ ગણેશ ચતુર્થી માટે ગણેશ મૂર્તિ બનાવી શકો છો. જાણો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાયના છાણથી બનાવો મૂર્તિ - ગાયના છાણથી બનેલી મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હોય છે અને તેમાં કોઈ પ્લાસ્ટિક કે હાનિકારક રસાયણો હોતા નથી, આવી સ્થિતિમાં તમે ગણેશ ચતુર્થીના દિવસે પણ ગાયના છાણથી બનેલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી શકો છો.
હળદરથી બનાવો મૂર્તિ - તમે રસોડામાં ઉપલબ્ધ હળદરના પાવડરથી પણ બાપ્પાની મૂર્તિ બનાવી શકો છો, તેને લોટમાં મિક્સ કરી લો અને પછી તે હળદરની પેસ્ટમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવો.
મેંદા કે લોટથી બનાવો મૂર્તિ - તમે ઘરમાં મેંદા કે લોટથી પણ બાપ્પાની મૂર્તિ તૈયાર કરી શકો છો, આ તમાટે તમારે આ બન્નેમાંથી કોઇ એક વસ્તુને પલાળીને મિક્સ કરવી પડશે. પછી આને ભગવાના ગણેશની મૂર્તિનો આકાર આપવાનો છે. આ પછી હળદર, ચુકંદર કે રસ અને પાંદડાઓથી તેની સજાવટ કરવાની છે.
સાબુદાણા અને ચોખાથી બનાવો મૂર્તિ - માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિને સજાવવા માટે તમે ઘરે સાબુદાણા, સૂકા ફળો, ચોખા, રંગબેરંગી કઠોળ અને ઓર્ગેનિક પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો.