Guru Purnima 2022: ગુરુ પૂર્ણિમા પર શામળાજીને કરાયો વિશેષ શણગાર, દર્શનાર્થે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો
આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે ત્યારે આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળીયાના દર્શને વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરૂર ભ્રહ્મા ગુરૂર વિષ્ણુ ગુરૂર દેવો મહેશ્વર ગુરૂર શાક્ષાત પરીભ્રહ્મા તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ નાં મંત્ર સાથે હજારો ભક્તોએ તેઓના આરાધ્ય દેવ ભગવાન કાળીયા ઠાકોરની શણગાર આરતીનાં દર્શનનો લાભ લીધો હતો .
ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભગવાન શામળાજીને વિશેષ શણગાર કરાયા હતા.જે શામળીયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ છે. દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરશે.
પૂર્ણિમા પ્રસંગે આવતા હજારો ભક્તોના ધસારાને ધ્યાને રાખી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
યાત્રાધામ શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જામી હતી.