Vishwakarma Jayanti 2023: વિશ્વકર્મા જયંતી પર રાણીપના વિશ્વકર્મા મંદિરમાં યોજાયો અન્નકૂટ, જુઓ તસવીરો
અમદાવાદના રાણિપ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા મંદિરે જન્મ જયંતી નિમિત્તે અન્નકૂટ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટી સંખ્યામાં ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા વિશ્વકર્મા ના આશીર્વાદ લેવા માટે મંદિરમાં ઉમટ્યા હતા.
વિશ્વકર્મા દેવ કડિયા સુથાર લુહાર સોનીના ઇષ્ટદેવ છે.
અમદાવાદના રાણિપમાં આવેલા વિશ્વકર્મા મંદિરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન વિશ્વકર્મા દેવી-દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણ કાર્ય કરે છે.
વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું, પુષ્પક વિમાન, દ્વારકા શહેર દ્વાપર યુગમાં બંધાવ્યું હતું
આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે.
ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે વિશ્વકર્મા જયંતિ એક મોટો તહેવાર છે.