Holi 2023: રાજપીપળામાં વૈષ્ણવ સમાજે ઉજવી અનોખી હોળી, રસિયામાં લીન થયા પુષ્ટિમાર્ગીય અનુયાયીઓ
હોળીનો તહેવાર ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવનમાં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામ ધૂમથી ઉજવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે, અને તેનું કારણ એજ છેકે એક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી.
જેમાં ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે.
વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી માનવામાં આવે છે, જેમાં મુખ્ય તો રસિયામાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે.
સતત 40 દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિ રૂપી રસિયા ગવાય છે. આ રસિયા મૂળ તો વ્રજ માં ગવાય અને રમાય પરંતુ દરેક વૈષ્ણવ વ્રજ માં જઈ ના શકતા હોવાને કારણે ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ હોળી રસિયા રમાય છે, જેમાં એક મહિલા લાકડીથી પ્રહાર કરે તો બીજી મહિલા તેને બચાવવાની કોશિશ કરે છે
આ રસિયા મૂળ તો વ્રજમાં ગવાય અને રમાય, પરંતુ દરેક વૈષ્ણવ વ્રજમાં જઈ ના શકતા હોવાને કારણે ગામે ગામ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આ હોળી રસિયા રમાય છે, જેમાં એક મહિલા લાકડીથી પ્રહાર કરે તો બીજી મહિલા તેને બચાવવાની કોશિશ કરે છે
વૈષ્ણવ સંપ્રદાયમાં રસિયા ગાઈ હોળી મનાવવાનું અનોખું મહત્વ છે. જેમાં સંપ્રદાયની તમામ મહિલાઓ એકત્ર થઇ કૃષ્ણ મગ્ન થઇ રસિયા ગાય છે. અને કૃષ્ણભક્તિમાં લીન થઈ હોળી ગીતો ગાય છે.
હોળીના પર્વને હજુ થોડા દિવસ બાકી છે પરંતુ તે પહેલા જ નર્મદા જીલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા લટ્ઠમાર હોળીની ઉજવણી શરુ કરી દેવાઈ છે.
મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે, મસ્તીમાં ઝૂમે છે અને હોળીના ગીતો પણ ગાય છે.
રાજપીપળાની મહિલાઓ હોળી ખેલની સાથે કૃષ્ણભક્તિ માં લીન થઇ ધન્યતા અનુભવે છે