Holi Photos: શામળાજી મંદિરમાં ભક્તોએ ભગવાન સાથે રમી હોળી, રંગોત્સવની તસવીરોમાં જુઓ હોળી મહોત્સવ.....
Yatradham Shamlaji Mandir Holi Mahotsav: આજે હિન્દુ ધર્મ અનુસાર ફાગણ સુદ પૂનમનો દિવસ છે, આજે હિન્દુઓ ધર્મના લોકો માટે પવિત્ર હોળીનો તહેવાર છે, ઠેર ઠેર મંદિરોમાં આજે ભગવાન હોળી રમી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયાને હોળીના રંગોથી રંગવામા આવ્યા, આજે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ચાંદીની પિચકારીથી ભગવાન શામળિયાને રંગ લગાવવામાં આવ્યો હતો, આ દરમિયાન મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો ઉમટ્યા હતા.
આજે હોળીનો પાવન અવસર યાત્રાધામ શામળાજીમાં ભગવાન સાથે ધામધૂમથી મનાવાયો હતો. શામળાજી ખાતે આજે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતુ.
આજના હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને મંદિરમાં વિશેષ સફેદ કૉટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ-શણગાર કરાયા હતા.
ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે મંદિરમાં ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરીને હોળી પણ રમાડવામાં આવી હતી,
પીચકારીથી અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો, આ દરમિયાન મંદિર પરિસરમાં હજારો ભક્તો હોળી મહોત્સવમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આજના દિવસે કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે, યાત્રાધામ શામળાજીમાં પણ આ જ પ્રકારે રંગોત્સવની ઉજવણી થઇ.
આ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા, સાથે પરિવારના મંગળની કામના પણ કરી હતી. આજે હિન્દુ કેલેન્ડર પ્રમાણે, ફાગણ સુદ પૂનમનો દિવસ છે,
આજે વિક્રમ સંવત 2080ના વર્ષની મોટી પૂનમ નિમિત્તે હિન્દુ ધર્મના લોકો મંદિરોમાં જઇને હોળી મહોત્સવ મનાવી રહ્યાં છે. આજથી હોળાષ્ટકની સમાપ્તિ થઇ છે, આવતીકાલે પ્રજાજનો એકબીજાને રંગો લગાવીને ધૂળેટી મનાવશે.