Angarki Sankashti Chaturthi : અમદાવાદમાં અંગારકી ચોથ પર દુંદાળા દેવના દર્શનાર્થે ઉમટ્યાં ભકતો, જુઓ તસવીરો
આજે ગણપતિનો પ્રિય વાર મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે.
અંગારકી ચોથ ના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.
ગણેશ મંદિરોએ આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.
ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા ધરોના પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે.
અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ગણપતિ મંદિરમાં પણ પૂજા અર્ચનાનો વિશેષ માહોલ રચાય છે.
અંગારકી ચોથ પર ગણપતિ દાદાના દર્શને ઉમટેલા ભક્તો.
પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે.