Diwali 2023: 24 લાખ દીવાથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, સરયુ કાંઠે ઉજવાયો ભવ્ય દીપોત્સવ, જુઓ તસવીરો
આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના રાજદૂતો, અને ઉચ્ચાયુક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ 24 લાખ દીપક પ્રકટાવી ફરી એકવાર અયોધ્યામાં ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કરશે. ગત વર્ષે પણ 15.76 લાખ દીપક સરયુના તટે પ્રકટાવાતાં તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું હતું.
અયોધ્યામાં રામ કી પૌરી પાસે સાંજે 5.30 કલાકે દીવા પ્રગટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દીવા પ્રગટાવવા માટે 2100 સ્વયંસેવકોની મદદ લેવામાં આવી હતી.
સૌપ્રથમ તે તપાસવામાં આવ્યું કે કોઈ દીવા તૂટી ગયા છે કે કેમ, જે તૂટી ગયા હતા તેને બદલવામાં આવ્યા હતા અને પછી તેમાં જ્યોત ઉમેરવામાં આવી હતી. આ પછી એક પછી એક દીવા પ્રગટાવવામાં આવ્યા. બધા દીવા પ્રગટાવ્યા પછી ઘાટનો નજારો અદ્ભુત જોવા મળ્યો હતો.
સાંજે 6.30 વાગ્યા સુધીમાં લગભગ તમામ ઘાટો પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દરેક ઘાટના દીવા પ્રગટ્યા બાદ ડ્રોનની મદદથી દીવાઓની ગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.. સીએમ યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી દર વર્ષે દીપોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે તેની સાતમી આવૃત્તિ હતી.
રોશનીના પર્વ પહેલા અયોધ્યા શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને લેસર લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.