In Photos: દેવ દિવાળી પર રોશનીથી ઝગમગી ઉઠ્યા કાશી, મથુરા અને હરિદ્વારના ઘાટ, જુઓ તસવીરો
સોમવારે કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવની નગરી કાશીમાં દેવ દિવાળીનું સંપૂર્ણ ઉમંગ અને ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવારાણસીમાં ગંગાના કિનારે 84 ઘાટ પર 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. જનભાગીદારીથી લોકોએ શહેરમાં લગભગ 11 લાખ દીવા પ્રગટાવ્યા.
વહીવટી અધિકારીઓએ માહિતી આપી હતી કે માતા ગંગાનું અર્ધચંદ્રાકાર લાખો દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજ્યની યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકાર દ્વારા ગંગાના કિનારે 84 ઘાટો પર 10 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
ઉપરાંત જનભાગીદારીથી લગભગ 11 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. બટુક ભૈરવ મંદિરના મહંત જિતેન્દ્ર મોહને દેવ દિવાળીનું મહત્વ સમજાવતા સંપૂર્ણ માહિતી આપી હતી.
મહંત જિતેન્દ્ર મોહને જણાવ્યું કે કારતક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો.
ત્રિપુરાસુરના વધની ખુશીમાં, દેવતાઓએ કાશીમાં દીવાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી અને તેથી જ કાશીમાં દર વર્ષે કારતક માસની પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવવામાં આવે છે.
કાશી ઉપરાંત મથુરા અને હરિદ્વારમાં પણ દેવ દિવાળીનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. મથુરામાં ભક્તોએ લગભગ પાંચ લાખ દીવા પ્રગટાવ્યા.
વારાણસી જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દેવ દિવાળીના અવસર પર ગંગાના પશ્ચિમ કિનારે 84 ઘાટો પર લગભગ આઠ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે.
આ સાથે પૂર્વ કિનારો પણ લગભગ બે લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યો છે. આ સાથે જ શહેરના રહેવાસીઓએ આખા શહેરને લગભગ 11 લાખ દીવાથી શણગાર્યું છે.