In Photos: કારતક પૂનમે ગંગામાં ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો
કારતક પૂર્ણિમાના દિવસે ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગામાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારતક પૂર્ણિમા અને ગ્રહણ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
કારતક પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના તમામ પાપો દૂર થઈ જતા હોવાની લોકવાયકા છે.
કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે માત્ર ગંગા જ નહીં તમામ નદીમાં સ્નાનનો વિશેષ મહિમા છે.
આ દિવસે નદી-તળાવ કે કુંડમાં લોટના દીવા બનાવીને દીવા પ્રગટાવવામાં આવે છે. તેનાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ રહે છે.
ગંગામાં આસ્થાની ડૂબકી લગાવવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
હરિદ્વારમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ