Sarva Pitru Amavasya 2022: સર્વ પિતૃ અમાસે દામોદર કુંડમાં ઉમટ્યાં શ્રદ્ધાળુ, પિતૃઓને કર્યુ જલ અર્પણ, જુઓ તસવીરો
આજે સર્વપિતૃ અમાસનો પર્વ છે ત્યારે જૂનાગઢના પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે સ્નાન કર્યાં બાદ પિતૃઓને જલ અર્પણ કર્યું હતું.. આજના આ પાવન પર્વ નિમિતે ન માત્ર જુનાગઢ પરંતુ શહેર બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
આ તકે તિર્થ પુરોહિતે જણાવ્યું હતું કે આજના દિવસનો આપણા શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવાયો છે.
તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા શ્રાદ્ધના દિવસે પિતૃઓને યાદ કરી જલ અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભાદરવા માસ દરમિયાન દામોદર કુંડ ખાતે સ્નાન અને જલ અર્પણ કરવાનું વિષેશ મહત્વ રહ્યું છે.
હિન્દુ શાસ્ત્રોમાં પિતૃપક્ષના અંતિમ દિવસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. તેને મહાલય અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
આ દિવસ લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરીને પોતાના પૂર્વજોને વિદાય આપે છે.
જે લોકો પોતાના પૂર્વજોના મૃત્યુની તારીખ ભૂલી ગયા છે. તેઓ આ દિવસે પોતાના પૂર્વજોના નામ પર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
એવું માનવામાં આવે છે કે આ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે અને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે.
શાસ્ત્રોમાં પણ સર્વ પિતૃ અમાસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.