Navratri 2022: તારા વિના શ્યામ મને એકલડું લાગે.... છઠ્ઠા નોરતે અમદાવાદમાં ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા, જુઓ તસવીરો

Navratri 2022: નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. નવલી નવરાત્રી ના છઠ્ઠા દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. અમદાવાદમાં ખેલૈયા વિવિધ ક્લબ, પાર્ટી પ્લોટમાં મન મૂકીને ગરબે રમ્યા હતા.

નવરાત્રીનો જામી રહ્યો છે રંગ

1/10
શનિવારે છઠ્ઠા નોરતે અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને મન મૂકીને ગરબા રમ્યા હતા.
2/10
ગરબે રમતા યુવક- યુવતીએ અવનવા સ્ટેપ્સ કર્યા હતા.
3/10
નાના ભૂલકા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમ્યા હતા.
4/10
નવલી નવરાત્રી ના છઠ્ઠા દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબા નો આનંદ લીધો હતો.
5/10
વિવિધ ક્લબમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી. છઠ્ઠા નોરતે પરંપરાગત પરિધાનથી સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.
6/10
રંગબેરંગી ચણિયાચોળી તેમજ કેડિયું પહેરીને ખેલૈયાઓએ ઢોલીડાના તાલથી તાલ મિલાવ્યા હતા.
7/10
ખેલૈયાઓએ અલગ અલગ પ્રોપનો ઉપયોગ કરીને ગરબાની રમઝટ જમાવી હતી.
8/10
નાની બાળકી પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી હતી.
9/10
અવનવા સ્ટેપ્સ કરીને ખેલૈયાએ અમદાવાદની વિવિધ કલબ, પાર્ટી પ્લોટમાં આકર્ષણ જમાવ્યું હતું.
10/10
અમદાવાદની જાણીતી ક્લબમાં ગરબા રમતી યુવતી
Sponsored Links by Taboola