Pitra Paksha 2022 Ekadashi: શ્રાદ્ધ પર્વની આજે ઇન્દિરા એકાદશી, આ 5 વસ્તુઓનુ આજે કરો દાન તો થશે લાભ
Pitra paksha Ekadashi 2022: પિતૃ પક્ષ શ્રાદ્ધ પર્વની આજે અગિયારસની તિથી છે, એટલે કે 21 સપ્ટેમ્બરે આજે ઇન્દિરા એકાદશી છે.
ફાઇલ તસવીર
1/6
Pitra paksha Ekadashi 2022: પિતૃ પક્ષ શ્રાદ્ધ પર્વની આજે અગિયારસની તિથી છે, એટલે કે 21 સપ્ટેમ્બરે આજે ઇન્દિરા એકાદશી છે. આજના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, સાથે જ પિતૃઓને સંતુષ્ટી મળે છે.
2/6
ઇન્દિરા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા પૂર્વ ભાસ્કર દેવતાને તાંબાના લોટાથી જળ અર્પિત કરો અને કોઇપણ ગરીબને ગોળ-ઘીનુ દાન કરો, આનાથી ધન અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે.
3/6
સૂર્ય દેવની ઉપાસના બાદ નિર્જલા વ્રત રાખીને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો, પંચામૃતથી શ્રીહરિનો અભિષેક કરો, પછી જરૂરિયાતમંદોને અન્ને (ચોખા, દાળ, મીઠુ, ખાંડ)નું દાન કરો. કહેવાય છે કે, આમ કરવાથી વિવાહમાં આવી રહેલા વિઘ્નો દુર થઇ જાય છે.
4/6
બપોરના કુતુપ મુહૂર્તમાં પિતૃઓને નિમિત્ત પિન્ડદાન, તર્પણ કરો, બ્રહ્મણોને ભોજન કરાવો, પંચગ્રાસ (કૃત્તા, ગાય, કુવા, દેવ અને કીડીઓ) માટે કાઢો, વસ્ત્રનુ દાન કરો. માન્યતા છે આનાથી સંતાન સુખ મળે છે.
5/6
ભગવત ગીતા કે ગરુડ પુરાણનો પાઠ કરો, શ્રીહરિનુ ધ્યાન કરો, પિતૃઓના નામથી કાળા તલ અને ભોજનનુ દાન કરો. માન્યતા છે આમ કરવાથી ગંભીર રોગથી મુક્તિ મળે છે.
6/6
સંઘ્યાકાળમાં તુલસીમાં ઘીનો દીવો કરો, અને 11 પરિક્રમા કરો, પરિવાર અને પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ આવે છે.
Published at : 21 Sep 2022 09:21 AM (IST)