Jaya Ekadashi 2023: જયા એકાદશીના દિવસે કેસરના આ ઉપાય દૂર કરશે લગ્નમાં આવતી અડચણો

Jaya ekadashi 2023: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ જયા એકાદશીનું વ્રત છે. કહેવાય છે કે આ દિવસે કેસરના ઉપાય કરવાથી લગ્ન સંબંધી સમસ્યા દૂર થઈ શકે છે. તેની સાથે જ ઘણા અદ્ભુત ફાયદાઓ પણ મળે છે.

જયા એકાદશી

1/6
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારી પસંદગીના લગ્ન થવામાં સમસ્યા હોય તો જયા એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી જલ્દી ઘરમાં શરણાઈ ગુંજશે
2/6
જો ઘરમાં વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો જયા એકાદશીના દિવસે કેસરમાં ગુગળ ભેળવીને ધૂપ કરવો. આ 21 દિવસ સુધી દરરોજ કરો. કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
3/6
જયા એકાદશીએ પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને તિલક કરો. આ પછી તમારા કપાળ પર ટીકા લગાવો. એવું કહેવાય છે કે કેસરનું તિલક લગાવીને શુભ કાર્ય કરવાથી તેમાં સફળતા મળે છે.
4/6
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।। एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।। - જયા એકાદશીની સાંજે તુલમીમાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી નમાષ્ટકનો પાઠ કરો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
5/6
શાસ્ત્રો અનુસાર પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જયા એકાદશીથી 11 દિવસ સુધી આ ઉપાય કરો.
6/6
જો ઘરમાં દરરોજ મુશ્કેલી હોય, પરિવારમાં તણાવ રહેતો હોય તો જયા એકાદશીના દિવસે સ્નાન કરીને મુખ્ય દ્વાર પર સ્વસ્તિક લગાવો. એવું કહેવાય છે કે તેનાથી પરિવારમાં ખુશીઓ આવે છે.
Sponsored Links by Taboola