Janmashtami 2022:જન્માષ્ટમીના અવસરે ઘરે લાવો મોરપિચ્છ, મોરપંખ રાખવાના આ છે અદભૂત ફાયદા
જ્યોતિષ અને વાસ્તુમાં મોરપંખને નવગ્રહના પ્રતિનિધિ મનાય છે.તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપના ઘરના પૂજાસ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો અને નિયમિત તેની પૂજા કરો. બાદ એકવીસ દિવસ બાદ મોરપિચ્છ લોકરમાં રાખો, આ પ્રયોગથી ધનધાન્યની વૃદ્ધિ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે.
બેડરૂમમાં મોરપિચ્છ રાખવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધૂરતા આવે છે. દાંપત્ય જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ઘરમાં મોરપિચ્છ રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પૂજા સ્થાન પર 5 મોરપિચ્છ અવશ્ય રાખો.
મોરપિચ્છને ઘરમાં રાખવાથી જીવજંતુ પણ ઘરમાં પ્રવેશ કરતા નથી.
બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય તો તેના પુસ્તકમાં મોરપિચ્છ મૂકી દેવાથી બાળકની એકાગ્રતા વધે છે.
ઘરમાં અને પૂજા સ્થળે મોરપિચ્છ રાખવાથી ગરોળી ઘરમાં પ્રવેશ કરતી અને અન્ય વિષેલે જીવ પણ ઘરથી દૂર રહે છે.
મોરપિચ્છને ઘરમાં રાખવાથી ગ્રહો શાંત થવાની સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે.