Janmashtami 2024 Date: બાંકે બિહારી મંદિરમાં ક્યારે ઉજવાશે જન્માષ્ટમી? અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Krishna Janmashtami 2024 in Banke Bihari Mandir: શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે મંદિર પરિસરમાં મધ્યરાત્રિએ બાળ ગોપાલનો અભિષેક અને પૂજા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં 27 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. અહીં બાંકે બિહારીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે. જન્માષ્ટમી પર ભગવાનના વિશેષ દર્શન થાય છે.
બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમી પર સાંજની આરતી બાદ રાત્રે ભગવાનનો અભિષેક થશે. આ પછી પ્રભુ બાંકે બિહારીની મંગળા આરતી થશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે.
જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે બાંકે બિહારી જીનો મહાભિષેક થશે, જે લગભગ 2 કલાક સુધી ચાલે છે. આ પછી ઠાકોરજીને પીતામ્બરી પોશાક અને સુકા મેવાથી બનેલી પંજીરીનો ભોગ ધરાવાશે.
બાંકે બિહારીજીના દર્શન ભક્તોને થોડા થોડા સમયે થાય છે. આ માટે બાંકે બિહારીજીની સામે વારંવાર પડદો પાડવામાં આવે છે.
કહેવાય છે કે બાંકે બિહારી જીની પ્રતિમા એટલી મોહક છે કે લોકો તેને જોતા જ તેની તરફ આકર્ષિત થઈ જાય છે. ભક્ત શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે.
એક વખત એક ભક્તની લાગણીઓથી વશ થઇને બાંકે બિહારી જી તેમની પાછળ તેમના ઘરે જતા રહ્યા હતા. પૂજારીએ મંદિરમાં જોયું તો ત્યાં કોઈ મૂર્તિ નહોતી. ત્યારે પૂજારીની વારંવાર સમજાવટ પછી ભગવાન પાછા ફર્યા હતા. ત્યારબાદ દર 2 મિનિટે મૂર્તિની સામે એક પડદો નાખવામાં આવે છે.