ગજલક્ષ્મીનું અષ્ટમીએ આ રીતે પૂજન અર્ચન કરવાથી દરિદ્વતા થાય છે દૂર, મળે છે ધન વૈભવનું વરદાન
ગજલક્ષ્મીના પૂજનથી રાજયોગ મળે છે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે ગજલક્ષ્મીની કેવી રીતે પ્રસન્ન કરી શકાય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગજલક્ષ્મીનું પૂજન રાજયોગ મેળવા માટે કરવામાં આવે છે. ગજલક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન મળે છે. ધન વૈભવ,સમૃદ્ધિનું વરદાન મળે છે.
મહાલક્ષ્મીને રિઝવવા માટે અષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખથી દૂધથી તેનો અભિષેક કરીને વિધિવત પૂજન અર્ચન કરો. લક્ષ્મીજીના સામે શ્રીયંત્રની સ્થાપના કરો. શ્રીંયંત્રીનું પણ વિધવત પૂજન કરો.
અષ્ટમીના દિવસે પૂજાસ્થળે હળદરનું કમળ બનાવીન તેના પર મહાલક્ષ્મીને સ્થાપિત કરો. તેની સામે શ્રીયંત્રની સાથે ચાંદીના સિક્ક મૂકો. કુમકુમ ફુલ ચઢાવીને વિધિવત પૂજન કરો.
પૂજા બાદ માતાજીને સફેદ વસ્તુનું નૈવદ્ય ધરાવો અને ત્યારબાદ માતાજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ શક્ય હોય તેટલા લોકોને વહેંચો. ત્યારબાદ મહાલક્ષ્મીના મંત્રોજાપ કરીને સમૃદ્ધી માટે પ્રાર્થના કરો.