Maharana Pratap Jayanti 2024: આજે મહારાણા પ્રતાપની જયંતી, જાણો આ દિવસનું મહત્વ
દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાણા પ્રતાપ એક બહાદુર યોદ્ધા હતા. જેમણે મુઘલો સામે હલ્દીઘાટીની લડાઈ લડી હતી, જ્યાં તેમણે અદ્ભુત બહાદુરી અને દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું.
મહારાણા પ્રતાપની જન્મજયંતિ દર વર્ષે 9 મેના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં મહારાણા પ્રતાપની 485મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
નાનપણથી જ તે કુશળ, ઘોડેસવારીમાં નિપુણ, ઝડપી અને શસ્ત્રો ચલાવવાની સખત તાલીમ મેળવી હતી. તેમનું દળ મુઘલો સામે ઝૂક્યું ન હતું પરંતુ તેના બદલે તેમને પાછળ ધકેલ્યા હતા.
મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેની વફાદારી માટે પ્રસિદ્ધ હતો. પોતાના જીવની પરવા કર્યા વિના તેણે પોતાના માલિકનો જીવ બચાવ્યો.
વીરતાથી ગાથા છે, મેવાડની ધરતી, જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. હલ્દીઘાટીનું યુદ્ધ, જેનો ઈતિહાસ ગૌરવશાળી છે, મુઘલો સાથે લડ્યા, ક્યારેય હાર સ્વીકારી નહીં.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )