Navratri Upay 2023: નવરાત્રિ પૂર્ણ થાય તે અગાઉ કરો આ ઉપાયો, વૈવાહિક જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂર
Shardiya Navratri: નવરાત્રિ દરમિયાન લેવાયેલા ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. કેટલાક ઉપાય કરવાથી દાંપત્યજીવન સુખી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. નવરાત્રિના નવ દિવસ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. આ દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાય કરવાથી દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નવરાત્રિના આ ઉપાયો દામ્પત્ય જીવનની તમામ સમસ્યાઓ દૂર કરે છે.
જો તમે તમારા વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આજે વાદળી રંગના કપડાં પહેરો અને મા કાલરાત્રિની પૂજા કરો. તેમની સામે દીવો પ્રગટાવો અને તેમને તમારી સમસ્યા જણાવો. આમ કરવાથી માતાની કૃપા વરસે છે.
મા કાલરાત્રિની પૂજા દરમિયાન તેમને વાદળી ફૂલ અને હળદરની ત્રણ ગાંઠ અર્પણ કરો. માતાના લગ્ન મંત્રનો જાપ પણ કરો અને પૂજા પછી હળદરની એક ગાંઠ તમારી પાસે રાખી લો.
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા કુંડળીમાં લગ્નની સંભાવના ન હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ દિવસે પૂજા કર્યા બાદ દેવી માતાના મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ.
મખાના સાથે સિક્કા ભેળવીને કરીને દેવીને અર્પણ કરો અને તેને ગરીબોમાં વહેંચવાથી લગ્નના યોગ બનવા લાગે છે
નવરાત્રિની છેલ્લી રાત્રે દેવીની સામે બેસીને સાચા મનથી પ્રાર્થના કરો. લાલ રંગની ચૂંદડીમાં હળદરની બે ગાંઠ અને એક ચાંદીનો સિક્કો મૂકો અને તેને દેવી માતાને અર્પણ કરો. તેનાથી લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.
ફોટોઃગૂગલ