Mauni Amavasya 2024: મૌની અમાસ પર પિતૃઓ આવે છે ઘરે, કરી લો આ કામ, 7 પેઢી તરી જશે

મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીના કિનારે પાણીમાં કાળા તલ ભેળવી, દક્ષિણ તરફ મોઢું ફેરવો અને પિતૃઓને જળ અર્પણ કરો અને પિંડ દાન કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એવું માનવામાં આવે છે કે આ ત્રણ પેઢીના પૂર્વજોને સંતુષ્ટ કરે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.

મૌની અમાસ પર ગાય, કાગડો, કીડી, કૂતરાને ભોજન કરાવો. દેવતાઓને ભોજન અર્પણ કરો. એવું કહેવાય છે કે આ જીવોની સેવા અને ભોજન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. વંશ વધે છે.
મૌની અમાસના દિવસે ધાબળા, ચોખા, દૂધ, તેલ, મીઠાઈ, લોટ, ખાંડ વગેરે જરૂરિયાતમંદોને દાન કરો. તેનાથી નોકરી અને ધંધામાં આવતા અવરોધો દૂર થાય છે. વેદનાઓ હળવી થાય છે.
મૌની અમાસ પર, ચાંદીના સાપની પૂજા કરો અને તેને સફેદ ફૂલોની સાથે વહેતા પાણીમાં તરતા મૂકો. આનાથી કાલસર્પ દોષમાંથી રાહત મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી અને માન્યતા પર આધારીત છે. Abplive.com કોઈપણ પ્રકારની માહિતીનું સમર્થન કરતું નથી. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.