જીવનની જુદી-જુદી સમસ્યા માટે આ અલગ પદાર્થ સોમવારે મહાદેવને અર્પણ કરવાથી, કષ્ટોથી મળે છે મુક્તિ
સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.
શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.
મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.
મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.
શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.