Monday Upay: મહાદેવની કૃપા માટે સોમવારે જરૂર કરો આ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ
મહાદેવની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.