Morning Tips: ઘર-પરિવારમાં ઈચ્છતા હો ખુશહાલી તો સવારમાં કરી લો આ કામ, મળશે અપાર સફળતા
શાસ્ત્રો અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. એવું કહેવાય છે કે દરરોજ તેની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ વિવાહિત જીવન સુખી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે ઘરમાં દરરોજ સવાર-સાંજ તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી કૃપાળુ રહે છે. પરિવારમાં ક્યારેય ગરીબી હોતી નથી.
બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ વૃક્ષ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. રોજ સવારે તેમાં જળ ચઢાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. બાલના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શમીનું ઝાડ હોય ત્યાં શનિદેવની કૃપા વરસે છે. તેમજ શનિ દોષથી પણ રાહત મળે છે.
સનાતન ધર્મમાં પીપળના વૃક્ષની પૂજાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તેને દિવ્ય વૃક્ષ માનવામાં આવે છે. પીપળના ઝાડને દૂધ ચઢાવવાથી ગ્રહોની અશુભ અસર ઓછી થાય છે.
લીમડાનો સંબંધ મંગળ ઉપરાંત શનિ અને કેતુ સાથે પણ છે. કેતુ ગ્રહને શાંત કરવા માટે લીમડાના પાનનો રસ કાઢીને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો. આનાથી કેતુના દુ:ખનો અંત આવશે.