Navratri 2022 Ashtami: મહાઅષ્ટમીના દિવસે અમદાવાદના નગર દેવી મા ભદ્રકાલીના મંદિરે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો
અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે મહાઅષ્ટમીના દિવસે માઇ ભક્તોની ભારે ભીડ જામી. વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંહ ઉપર સવાર થઈ તેમ જ સોળ શણગાર સજીને મા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા હતા.
આજે દુર્ગાષ્ટમીના પર્વ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ નગરદેવીના દર્શન કર્યા હતા. ઉપરાંત શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી.
નવરાત્રીમાં આઠમો દિવસ મહાઅષ્ટમી અથવા દુર્ગાષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે જગત જનની મા દુર્ગાની આઠમી શક્તિ મહાગૌરીની પૂજા થાય છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી.
દેવી મહાગૌરીના પૂજનથી પાપ કર્મથી છૂટકારો મળે છે. નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિનું ખાસ મહત્વ હોય છે
અમદાવાદના નગર દેવી માતા ભદ્રકાળી.
અમદાવાદના ભદ્રકાળી મંદિરે દર્શન કરતાં માઇ ભક્તો.
નવરાત્રીના આઠમા દિવસે મહા અષ્ટમી પર માતા ગૌરીની પૂજામાં શ્વેતા કે જાંબુડી રંગ શુભ માનવામાં આવ્યો છે.
અનેક લોકો અષ્ટમી પર કન્યા પૂજન અને હવન કરી વ્રતના પારણા કરે છે. મહા અષ્ટમી પર દેવી દુર્ગાની પૂજા સંધિ કાળમાં ખૂબ લાભકારી માનવામાં આવી છે.