Navratri 2022: નવલાખાય લોબડીયાડીયું ભેળીયું માંડીયું મઢડે રાસ રમે.... જુઓ આઠમા નોરતાએ ખેલૈયાએ કેવી બોલાવી રમઝટ
Navratri 2022: નવરાત્રીના આજે નવમો દિવસ છે. આઠમા નોરતાએ અમદાવાદમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
અમદાવાદમાં આઠમા નોરતાએ ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા.
1/8
અમદાવાદમાં આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ આઠમા નોરતે અદભૂત માહોલ બનાવ્યો હતો.
2/8
અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં આઠમા નોરતાએ ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
3/8
આઠમું નોરતું હોવાથી અમદાવાદના તમામ પાર્ટી પ્લોટ, કલબોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
4/8
ખેલૈયાઓએ અવનવા ગરબા સ્ટેપ કર્યા હતા. તેમના આ સ્ટેપ જોવા અન્ય ખેલૈયાઓ થોડી મિનિટો રોકાઈ ગયા હતા.
5/8
ગરબા ગ્રાઉન્ડ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.
6/8
કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, કલબોમાં હૈયે હૈયુ દળાય એવી ભીડ જામી હતી.
7/8
આઠમા નોરતાએ અમદાવાદમાં મોટાપાયે થતાં ગરબાના ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા.
8/8
ઘણા પાર્ટી પ્લોટમાં ગરબા પૂરા થયા બાદ શ્રેષ્ઠ ગરબા પ્લેયર્સને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
Published at : 04 Oct 2022 12:41 PM (IST)