Navratri 2022: પ્રથમ નવરાત્રીએ અમદાવાદમાં ભદ્રકાળી મંદિર ભક્તોની જામી ભીડ ,શૈલપુત્રી રૂપમાં ભક્તોને આપે છે દર્શન
નવરાત્રીનું પર્વ માતાની આરાધના અને ઉપાસનાનું છે. જેમાં માતાજીના નવદુર્ગાના રૂપની પૂજા કરવામાં આવે છે .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં લોકોની વહેલી સવાર થી જ ભીડ જોવા મળી.
નગર દેવી ભદ્રકાળી માતા આજે ભક્તોને શૈલપુત્રી રૂપમાં ભક્તોને દર્શન આપશે. નવદિવસ સુધી ભદ્રકાળી અલગ અલગ સિંહાસન પર બીરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપશે.
આજે માતાજી ગાય આસન પર બિરાજમાન થઈને દર્શન આપી રહ્યા છે.
આજ ના દિવસે ભક્તો નગર દેવી ના દર્શન કરી સુખ શાંતિ અને સમુદ્ધ માટે પ્રાર્થના કરે છે.
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે.
કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.