Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા છે. પ્રથમ નવરાત્રીએ અહીં માતાના દર્શનનો મોટો મહિમા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાવાગઢ મંદિર પર વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓના સતત વધારો થઈ રહ્યો છે.
ભક્તોના ધસારાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ નવરાત્રીએ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.
પાવાગઢ દર્શને આવતા માઈ ભક્તો માટે જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.
પાવાગઢમાં માતાને પૂજા અર્ચના કરતા ભક્તો
નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે.
મા શૈલપુત્રીને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા દ્વારા ભોલેનાથને પોતાના પતિ તરીકે મેળવ્યા હતા. નવરાત્રીમાં, અપરિણીત છોકરીઓને તેમની સાધના દ્વારા યોગ્ય વર મળે છે.
પાવાગઢ ખાતે માં અંબાના દર્શન